ભારત-વિન્ડિઝની મેચ પર સસ્પેન્સ, પોલીસ આ કારણે સુરક્ષાની નથી આપી રહી ગેરન્ટી

PC: ndtvimg.com

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે 6 ડિસેમ્બરે મુંબઈમાં રમાનારી પહેલી T-20 મેચને હજુ સુધી પોલીસે સિક્યોરિટી કવરની ગેરેંટી આપી નથી. તેને લઈને મેચ પર સંશય છે. 6 ડિસેમ્બરે બાબરી મસ્જિદ તોડી પાડવાની વરસી અને બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ (મહાનિર્વાણ દિન) છે. બાબા સાહેબના લાખો અનુયાયી આ દરમિયાન શહેરમાં યોજાનારા કાર્યક્રમોમાં સામેલ થશે. જેને લઈ મુંબઈ પોલીસ હાઈએલર્ટ પર રહેશે. વિન્ડિઝ ટીમ ભારત પ્રવાસમાં 3 વનડે અને એટલી જ T-20 રમશે. શરૂઆત વાનખેડે T-20 મેચથી થશે.

આ અંગે મળતા રિપોર્ટ અનુસાર, પોલીસે આ મેચમાં સુરક્ષા અંગે જણાવ્યું હતું કે, કાયદો-વ્યવસ્થાની રીતે જોઈએ તો 6 ડિસેમ્બરનો દિવસ અમારા માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ છે. કારણ કે આ દિવસે જ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી અને આ દિવસે જ મહાનિર્વાણ દિવસ પણ છે. આથી અમે આ મેચ માટે સિક્યોરિટી કવર આપી શકીશું નહીં. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અંતિમ નિર્ણય પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત બાદ જ લેવામાં આવશે. બંને પક્ષોની વચ્ચે બુધવારે એક મીટિંગ થઈ ચુકી છે.

મુંબઈ ક્રિકેટ એસોસિએશન પાસે એક વિકલ્પ પ્રાઈવેટ સુરક્ષા એજન્સીઓની સેવાઓ લેવાનો પણ છે. ગત વર્ષે પણ સુરક્ષા કારણોને લઈ વાનખેડે સ્ટેડિયમની મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય મેચ માટે આશરે 1000 પોલીસ કર્મચારીઓની આવશ્યકતા હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp