સાત ગામોને વડોદરામાં જોડવાના નિર્ણય બાબતે હવે ભાજપના પૂર્વ સાંસદ મેદાને આવ્યા

PC: facebook.com/ramsinh.rathwa

વડોદરાની આસપાસ આવેલા સાત ગામડાઓને મહાનગરપાલિકામાં જોડવા બાબતેના સરકારના લઇને હવે ભાજપના પૂર્વ સાંસદે જ સરકારીની સામે મોરચો માંડ્યો છે. પૂર્વ સાંસદની માંગણી છે કે, સરકારે ફરી એક વખત ગામોના આગેવાનો સાથે ચર્ચા કરવી જોઈએ અને ત્યારબાદ નિર્ણય લેવો જોઈએ. સંવાદ થશે તો જ તેનું સમાધાન આવશે એટલે સરકારે ગામના આગેવાનોની સાથે ચર્ચા કરવી જોઈએ. તેમણે વડોદરા જિલ્લાના મંત્રી યોગેશ પટેલને મળીને મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવાના સમયની માંગણી પણ કરી છે.

ભાજપના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે, ગામ લોકોની લાગણી અને માંગણી છે કે, પહેલા મહાનગરપાલિકામાં જે ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે ગામડાઓને પણ સુવિધાઓ મળી નથી. અમારી પાસેથી પૂરેપૂરી સુવિધા છે એટલા માટે અમારે વડોદરા મહાનગરપાલિકામાં જોડાઈને ફક્તને ફક્ત વેરા જ વધારે ભરવાના આવે. સાથે-સાથે એક સુર એવો પણ આવ્યો કે, મહાનગરપાલિકામાં લેવું હોય તો આખું ગામ લઇ લો અમૂક મીટરના ભાગને શા માટે લેવામાં આવે. એટલે મેં ગામમાં સરપંચોને કહ્યું છે કે, તમારી જે કઈ સમસ્યા હોય તે બાબતે મુદ્દા બનાવો. આપણા જિલ્લામાંથી યોગેશભાઈ મંત્રી છે. એટલે તેમની સાથે ચર્ચાને કરીને મુખ્યમંત્રીને મળવાનો સમય માંગીશું.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, સ્વભાવિક છે અને મારું સમજવું છે કે લાંબા ગાળા દરમિયાન મહાનગરપાલિકામાં લેવાથી ગામડાઓને ફાયદો હોય તેવું સરકારના ધ્યાનમાં હોય. આપણે લાંબુ ન વિચારીએ એટલે સરકાર અને ગામના આગેવાનો શું વિચારી રહ્યા છે તે ત્યાજ બહાર આવે કે સરકાર અને ગામના લોકો વચ્ચે સંવાદ થાય. આ સમસ્યાનું સમાધાન સંવાદ થયા પછી જ આવશે. મારું એવું માનવું છે કે, સરકારે જે નિર્ણય લીધો છે તે લાંબો વિચાર કરીને લીધો છે છતાં પણ ગામના જે વિસ્તારો આવે છે તે ગામના આગેવાનોને સંભાળવા જોઈએ પછી નિર્ણય લેવો જોઈએ.

સરકાર પ્રજાના સુખાકારી માટે વિચારે છે, પણ ગામના લોકો સાથે ચર્ચા થવી જોઈએ. સરકારના નિર્ણય બાબતે હું એવું માનું છું કે, વિચારણા થવી જોઈએ ચર્ચા કરવી જોઈએ અને જે-જે વિષય છે તેનું સમાધાન થઇ જવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp