ઇતિહાસકાર રામચંદ્ર ગુહાના મતે રાહુલ ગાંધી ક્યારેય PM મોદી સામે ઉભા નહીં થઇ શકે

PC: jansatta.com

દેશના જાણીતા ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર ભારે કટાક્ષ કર્યો છે. શુક્રવારે કેરળ સાહિત્ય મહોત્સવમાં એક કાર્યક્રમમાં તેમણે રાહુલને પાંચમી પેઢીના રાજા તરીકે વર્ણવ્યા હતા. તેમણે કહ્યું કે, રાહુલ પાસે સખત મહેનત કરનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સામે કોઈ તક નથી. કેરળે ભારત માટે અનેક અદભૂત કાર્યો કર્યા છે, પરંતુ રાહુલને જીતાડીને વિનાશક કામ કર્યું છે. રાહુલ ગાંધી 2019માં લોકસભાની ચૂંટણી બે બેઠકોથી લડ્યા હતા. તેમણે આ બેઠકોમાંથી એક બેઠક (અમેઠી) ગુમાવી. જો કે, વાયનાડમાં તેઓ મોટા અંતરથી જીત્યા અને સંસદમાં પહોંચ્યા હતા.

ગુહાએ કહ્યું કે, કોંગ્રેસનું પતન થઇ ચૂક્યું છે. જે એક સમયે આઝાદીની એક મહાન પાર્ટી હતી, હવે તે એક બેકાર કુટુંબની કંપની બની ગઈ છે. આ પાર્ટીના કારણે દેશમાં હિન્દુત્વ અને અંધરાષ્ટ્રભક્તિનું વાતાવરણ ઉભું થયું છે. તેમણે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી સાથે મારી કોઈ અંગત દુશ્મની નથી. તે સૌમ્ય અને સંસ્કારી માણસ છે, પરંતુ યુવા ભારતને પાંચમી પેઢીના રાજવંશીની જરૂર નથી. જો મલયાલી લોકો પણ 2024માં રાહુલ ગાંધીની પસંદગી કરવાનું પસંદ કરે છે, તો તમે ફક્ત નરેન્દ્ર મોદીને ફાયદો કરશો.

ગુહાના કહેવા પ્રમાણે, નરેન્દ્ર મોદીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે રાહુલ ગાંધી નથી. મોદીએ પોતાને જાતે બનાવ્યા છે. તેમણે 15 વર્ષ સુધી એક રાજ્ય ચલાવ્યું, તેમનો સારો વહીવટી અનુભવ છે. તેઓ સખત મહેનત કરે છે અને રજા માટે ક્યારેય યુરોપ જતા નથી. મારા પર વિશ્વાસ કરો, હું આ બધું ગંભીરતાથી કહી રહ્યો છું. જો રાહુલ ગાંધી વધુ હોશિયાર બને, સખત મહેનત કરવાનું શરૂ કરે, યુરોપ ન જાય અને રજા ન લે, તો પણ તે પાંચમી પેઢીના રાજવંશીની જેમ નુકસાનમાં જ રહેશે, કારણ કે તે પોતાને ઉભા કરી શક્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp