પરીક્ષાનું પેપર સારું નહીં જતા સુરતમાં કોલેજના વિદ્યાર્થીએ કર્યો આપઘાત

PC: dainikbhaskar.com

ગુજરાતમાં વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. મોટા ભાગે વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાઓમાં પરીક્ષાનું તણાવ હોવાનું કારણ જાણવા મળે છે. ત્યારે સુરતમાં વધુ એક વિદ્યાર્થીએ પરીક્ષાના તણાવમાં આવીને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આપઘાતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

રિપોર્ટ અનુસાર સુરતના નવાગામ-ડીંડોલી વિસ્તારમાં આવેલા પટેલ નગરમાં પરિવારની સાથે રહેતો વિવેક મિશ્રા કોસંબા ખાતે આવેલી P.P.સવાણી યુનિવર્સીટીમાં B.Sc. સેમ-2માં અભ્યાસ કરતો હતો. હાલ તેની પરીક્ષા ચાલતી હોવાથી વિવેક તણાવમાં રહેતો હતો. છેલ્લા બે પેપર સારા નહીં જતા તેને વધારે ટેન્શન આવી ગયું હતું. 25 ફેબ્રુઆરીના રોજ રાત્રીના સમયે જ્યારે વિવેક તેના રૂમમાં વાંચવા માટે ગયો ત્યારે તેને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. થોડી વાર પછી વિવેકની માતા જ્યારે પાણી લઇને રૂમમાં ગયા ત્યારે તેમને પુત્રને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતા તેઓ બૂમાબૂમ કરવા લાગ્યા હતા.

માતાની બૂમાબૂમ કરવાના કારણે પરિવારના સભ્યો એકઠા થઇ ગયા હતા. પરિવારના સભ્યોએ પુત્રના આપઘાતની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને વિવેકના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. દીકરાના મોતના કારણે પરિવારના તમામ સભ્યો શોકમાં ગરકાવ થઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp