આ કોંગ્રેસ શાસિત રાજ્ય પાકિસ્તાનથી આવેલા હિંદુ શરણાર્થીઓને અડધી કિંમતે જમીન આપશે

PC: wikimedia.org

નાગરિકતા સંશોધન કાયદાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. તેની વચ્ચે કોંગ્રેસ શાસિત આ રાજ્યએ પાકિસ્તાનથી આવેલા હિંદુ શરણાર્થીઓને નાગરિકતા આપ્યા બાદ હવે તેમને રાહત દરે રહેવા માટે જમીન ફાળવી રહી છે. આ રાજ્યની કોંગ્રેસ સરકારે પાકિસ્તાનથી આવેલા ભારતમાં નાગરિકતા મેળવનારા 100 હિંદુ પરિવારોને 50 ટકાના રાહત દરે જમીનના દસ્તાવેજો વહેંચ્યા છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કેન્દ્રના નાગરિકતા કાયદાના વિરોધની વચ્ચે પાકિસ્તાનથી આવેલા હિંદુ શરણાર્થીઓને રાજસ્થાનમાં રહેવા માટે રાહત દરે જમીન આપવાનું એલાન કર્યું છે. જયપુરમાં જયપુર વિકાસ ઓથોરિટીએ આવા 100 પરિવારો માટે 50 ટકા ઓછી કિંમતે સરકારી જમીન આપવાની શરૂઆત કરી છે.

માનવામાં આવી રહ્યું છે કે, ભાજપાએ જે રીતે હિંદુ શરણાર્થીઓની વચ્ચે કોંગ્રેસને વિલન બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે, તેને ધ્યાનમાં રાખીને રાજસ્થાનની ગેહલોત સરકારે હવે પાકિસ્તાનથી આવેલા હિંદુ શરણાર્થીઓને પોતાના બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે.

જયપુર વિકાસ ઓથોરિટીએ પોતાના સ્તરે 5 પાકિસ્તાની હિંદુ શરણાર્થીઓને જમીનના દસ્તાવેજોની વહેંચણી સાથે અભિયાનની શરૂઆત કરી છે. જોકે, કોંગ્રેસના નેતાઓ આનાથી દૂર રહ્યા.

જણાવી દઈએ કે, રાજસ્થાનમાં 1 લાખથી વધારે પાકિસ્તાની હિંદુ શરણાર્થીઓ રહે છે. જેના માટે મુખ્યમંત્રી અશોક ગેહલોત શરૂઆતથી તેમને નાગરિકતા આપવા માટે સમર્થન કરતા રહ્યા છે. લોકસભામાં અમિત શાહ પણ આ વાત કરી ચૂક્યા છે. અને દિલ્હીની રેલીમાં પ્રધાનમંત્રી મોદી પણ આ વાત કહી ચૂક્યા છે. ભાજપાએ કહ્યું કે, આ લોકોને રહેવા માટે મફતમાં જમીન પણ આપી શકાય છે. ગેહલોત સરકારના આ અભિયાનને ભાજપાએ દેર આયે દુરસ્ત આયે કહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp