દીપિકા પાદૂકોણ મામલે જાણો શું કહ્યું લેખક ચેતન ભગતે

PC: bhaskarassets.com

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ બોલિવુડમાંથી ડ્રગ્સ ક્નેક્શન સામે આવ્યા બાદ એક પછી એક જાણીતી અભિનેત્રીઓના નામ આશંકાના રડારમાંથી સામે આવ્યા છે. ધીમે ધીમે એમની સામે કાયદાકીય મુશ્કેલી વધતી જાય છે. આ સમગ્ર માહોલને ધ્યાને લઈને જાણીતા લેખક ચેતન ભગતે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકોને કારણે બોલિવુડનું નામ અવશ્ય ખરાબ થઈ ગયું છે.

પણ જો કોઈ વ્યક્તિએ ખરાબ કામ કર્યું છે તો એની સામે જરૂરથી પગલાં ભરવા જોઈએ અને સજા પણ થવી જોઈએ. ચેતન ભગતે ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, આખરે એ પણ માણસ જ છે અને જો તેઓ ખોટું કામ કે ભૂલ કરે છે તો એમને જરૂર સજા થવી જોઈએ. કાયદાથી વધારે કંઈ નથી. મીડિયાની વાત કરવામાં આવે અથવા સોશિયલ મીડિયા પર જે લોકો બૂમબરાડા પાડી રહ્યા છે, મને નથી લાગતું કે આવી વસ્તુઓ પર લાંબા સમય સુધી વિચાર કરવાની જરૂર છે. એના બદલે અત્યારે દેશની જે સ્થિતિ છે એના પર ધ્યાન આપવું જોઈએ. જો લોકો દેશની સામેના મોટા મુદ્દાઓને છોડી બોલિવુડ અને કલાકારોના જીવનમાં વધારે રસ લે છે તો આ તો એવી વાત થઈ જશે કે, પોતાના ઘરમાં આગ લાગેલી છે પણ પોતાના ઘરની આગ ઠારવાના બદલે લોકો માટે બીજાના ઘરમાં શું ચાલી રહ્યું છે એ જોવું વધારે જરૂરી છે. જો એ વાત કરવામાં આવે કે, લોકો એમને ફોલો કરે છે તો હું એમની પાસેથી એ જાણવા માગું છું કે, શું તમે મત આપીને એમની પસંદગી કરી છે અથવા કોઈએ કહ્યું છે આ ખૂબ જ મહાન માણસ છે અથવા મર્યાદા પુરૂષોત્તમ છે.

આવું કોઈ કોઈએ એમના વિશે કહ્યું નથી. તેઓ પોતે પણ પોતાના વિશે આવું કંઈ કહેતા નથી. તો પછી લોકોને આટલી શોકની લગાણી શા માટે છે? લોકો આટલું માઠું શા માટે લાગે છે? એમને જે કરવું હતું એ એમને કર્યું એ પછી સારૂ હોય કે ખરાબ. બોલિવુડના કલાકારોનું કામ લોકોનું મનોરંજન કરવાનું છે. તે લોકોનું મનોરંજન કરે છે. તેઓ ક્યારેય એવું નથી કહેતા કે અમે કંઈ ખોટું નથી કરતા. આ લોકો પર વધુ પડતું ધ્યાન આપવાની જરૂર જ નથી. દીપિકા પાદુકોણની પૂછપરછને વધુ પડતું પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ કેસ વિશે વધુ જાણવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. NCBએ એમને શું પૂછ્યું અને દીપિકાએ શું જવાબ આપ્યો? જો લોકોને આમા જ રસ હોય તો તેઓ ક્યા અધિકારથી પોતાની જાતને રાષ્ટ્રવાદી કહે છે. જ્યારે એમને રાષ્ટ્રના મુદ્દાઓ સાથે કંઈ લેવાદેવા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp