બ્રિસ્બનનો હીરો શાર્દુલ ઠાકુર, જાણો તેની સફળતા પાછળ કોનો હાથ છે

PC: aajtak.in

ટીમ ઈન્ડિયાએ બ્રિસ્બેનમાં ઈતિહાસ રચી દીધો છે. ભારતીય ક્રિકેટ ટીમે સીરિઝની ચોથી અને અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 3 વિકેટથી ધૂળ ચટાડીને ટેસ્ટ સીરિઝ પર 2-1થી કબ્જો કર્યો છે. આ નિર્ણાયક મેચમાં 29 વર્ષના શાર્દુલ ઠાકુરે પોતાના જબરજસ્ત પરફોર્મન્સથી સૌ કોઈને ચોંકાવી દીધા હતા. બ્રિસ્બેન ટેસ્ટમાં ઝડપી બોલર શાર્દુલ ઠાકુરે ન માત્ર 7 વિકેટ લીધી હતી પરંતુ પહેલી ઈનિંગમાં 67 રન પણ બનાવ્યા હતા.

 
 
 
View this post on Instagram

A post shared by Shardul Thakur (@shardul_thakur)

તે સિવાય શાર્દુલે મેચમાં જોરદાર બે કેચ પણ પકડ્યા હતા. પહેલી ઈનિંગમાં બેટ સાથે ત્યારે મેચને સંભાળી જ્યારે 186ના સ્કોર પર ભારતની 6 વિકેટો પડી ગઈ હતી. તે સમયે ઓસ્ટ્રેલિયાના સ્કોરથી ભારત 183 રન પાછળ હતું. શાર્દુલ જો 67 રન બનાવતે નહીં તો ઓસ્ટ્રેલિયાને મોટી બઢત મળી જતે અને આ મેચની તસ્વીર કંઈક અલગ જ હોતે. શાર્દુલે ઓક્ટોબર 2018માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ડેબ્યુ કર્યું હતું. પરંતુ તેના માટે આ ખરાબ સપના જેવું સાબિત થયું હતું કારણ કે તેને માત્ર 10 બોલ નાખ્યા પછી માંસપેશીઓમાં ખેંચ આવવાને લીધે મેદાન છોડવું પડ્યું હતું.

શાર્દુલની કામિયાબી પાછળ જેનો હાથ છે તેને ક્યારેય કોઈ શ્રેય આપવામાં આવ્યો નથી અને તે વ્યક્તિ છે શાર્દુલના બાળપણના કોચ દિનેશ લાડની પત્ની. તેમની પત્નીએ પોતાના ઘરમાં શાર્દુલની ઉંમરની જ પોતાની છોકરી હોવા છત્તાં તેમએ શાર્દુલને મુંબઈના બોરીવલીમાં પોતાના બે રૂમના ઘરમાં રહેવા દીધો હતો.

આમ કરવા માટેનું કારણ હતું કે શાર્દુલ બોરીવલીથી 86 કિમી દૂર આવેલા પાલઘરમાં રહેતો હતો અને લાડ ઈચ્છતા નહોતા કે તેની આટલી સારી પ્રતિભા મુશ્કેલીમાં આવી જાય. તેના કોચ દિનેશ લાડે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મેં શાર્દુલને 2006માં અમારી શાળાની વિરુદ્ધ રમતા જોયો હતો. તેણે તે મેચમાં 78 રન બનાવ્યા હતા અને 5 વિકેટ પણ લીધી હતી. આથી મેં તેને મારી શાળાની ટીમમાં તેને પસંદ કરવાનું નક્કી કર્યું હતું.

દિનેશ લાડ પોતાની સ્કૂલમાં ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને પણ કોચિંગ આપી ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં મોહમ્મદ શામીના ઈજાગ્રસ્ત થવાને લીધે ઠાકુરને માત્ર વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને પછી બ્રિસ્બેનમાં બુમરાહની જગ્યાએ તેને લેવામાં આવ્યો હતો, જેમાં તેણે સાત વિકેટો લીધી હતી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp