પાટણ ભાજપમાં જાણો હવે કોણ સસ્પેન્ડ થયું

PC: wikimedia.org

હાલ ભાજપનું સદસ્યતા અભિયાન અંતર્ગત ઘણા અગલ અગલ ફિલ્ડના લોકો જેવા કે, ગાયક કલાકારો અને ડોક્ટરો ભાજપમાં જોડાતા જાય છે અને દિન પ્રતિદિન ભાજપમાં સભ્યોની સંખ્યા વધી રહી છે. ત્યારે પાટણ જિલ્લા ભાજપના એક સભ્યને સસ્પેન્ડ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. તે સભ્યને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

એક રીપોર્ટ અનુસાર પાટણ જિલ્લા પંચાયતમાં શંખેશ્વર બેઠકના ભાજપના સભ્ય અને શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન શંકર કટારીયાએ બાંધકામ સમિતિના ચેરમેન સામે થયેલો અવિશ્વાસની દરખાસ્તમાં સમર્થન આપ્યું હતુ. આ ઉપરાંત શંકર કટારીયાએ લાંબા સમયથી ભાજપના સભ્યોની સાથે રહેતા ન હતા. બાંધકામ સમિતિના ચેરમેન સામે થયેલી અવિશ્વાસની દરખાસ્તમાં સમર્થન આપવા બદલ જિલ્લા ભાજપ દ્વારા શંકર કટારીયા સામે કાયદાકીય પગલાં ભરવામાં આવ્યા હતા અને શુક્રવારના રોજ શંકર કટારીયાને પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેને લઇને પાટણ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આ સમગ્ર મામલે શંકર કટારીયાએ જણાવ્યું હતું કે, તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કોઈ પણ કરી નથી. તેમને માત્રને માત્ર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સભ્યનો વિરોધ કર્યો હતો. શંકર કટારીયાએ વધુમાં જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા આરોગ્ય સમિતિની બેઠક નોન કોરમ થઈ હતી, તેમાં પણ ભાજપના કેટલાક સદસ્યો હાજર રહ્યા ન હતા. તો તેમની સામે શા માટે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી. મેં પક્ષ વિરોધી નહીં પણ કોંગ્રેસમાંથી આવેલા વ્યક્તિનો વિરોધ કર્યો છે એટલે પક્ષે મને સસ્પેન્ડ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp