UPમા વિસ્ફોટક ખાઈ જતા બળદનું જડબું ફાટ્યું, બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી

PC: news18.com

કેરળમાં ગર્ભવતી હાથણી સાથે બનેલી દર્દનાક ઘટના બાદ હવે અયોધ્યામાંથી આવો જ એક કેસ સામે આવ્યો છે. જેના કારણે માનવતા સામે ફરી એક વખત પ્રશ્નો થયા છે. અયોધ્યામાં એક બળદને પેટની ભૂખ સંતોષવી ભારે પડી છે. ભૂખ સંતોષવા માટે બળદે વિસ્ફોટક પદાર્થ ખાઈ લેતા બળદનું જડબું ફાટી ગયું છે. આ ઘટના બાદ બળદ તળાવમાં ઊભો રહી પોતાના અંતિમ શ્વાસની રાહ જોઈ રહ્યો છે.

જોકે, ગ્રામવાસીઓની ફરિયાદને આધારે પોલીસ આ અંગે એક કેસ નોંધી બે વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. આ ઘટના મહારાજગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા દતૌલી ગામની છે. જ્યાં એક વિસ્ફોટક પદાર્થ ખાઈ લેવાથી બળદનું જડબું ફાટી ગયું હતું. જેના કારણે તેને ગંભીર ઈજા પણ થઈ હતી. ગામના કિનારે આવેલા એક તળાવમાં તે ટાઢળ મેળવી જીવનના અંતિમ દિવસો ગણી રહ્યો છે. કેટલાક તોફાની તત્વોએ જંગલના સુવરને મારવા માટે બોંબ બનાવીને ચારેય તરફ મૂકી દીધા હતા. ઘાસ ચરતા બળદે વિસ્ફોટક પદાર્થ ખાઈ લીધો હતો. જે પછીથી મોઢામાં ફાટતા જડબું તૂટી ગયું હતું. આ વિસ્ફોટકને કારણે તેને ગંભીર ઈજા પણ થઈ હતી.

આ ઘટના બાદ લેખિતમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રોફેસર વિરેન્દ્ર વિક્રમે જણાવ્યું હતું કે, ગ્રામવાસીઓની સૂચનાને ધ્યાને લઈને પોલીસે કેસ નોંધ્યો છે. આ કેસમાં બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. એમની પાસેથી 14 સુતળી બોંબ જપ્ત કરવામાં આવ્યા છે. તે ગામમાં આવેલા એક તળાવના પાણીમાં ઊભો રહી જીવનના અંતિમ દિવસ પસાર કરી રહ્યો છે. જે રીતે કેરળમાં હાથણીએ નદીમાં ઊભા ઊભા જ શ્વાસ છોડ્યા હતા આ જ રીતે પવિત્રનગરી અયોધ્યાના એક તળાવમાં બળદ છેલ્લા દિવસોમાંથી પસાર થઈ રહ્યો છે.

છેલ્લા ત્રણેક મહિનાથી પ્રાણીઓ પર થતા અત્યાચારના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ બળદનો ઉપયોગ ગાયને ગર્ભઘારણ માટે પણ કરવામાં આવતો હતો. મહારાજગંજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી જિતેન્દ્ર પ્રતાપસિંહે કહ્યું હતું કે, પશુ ચિકિત્સકની ટીમને બોલાવીને એમનો ઈલાજ કરવામાં આવ્યો છે. પશુ ડૉક્ટરે જણાવ્યું હતું કે, બળદની સ્થિતિ ખૂબ નાજુક છે. શરીરમાં ઠંડક માટે તે તળાવના પાણીમાં ઊભો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp