બોક્સમાં ઈયરફોન્સ અને ચાર્જર ન આપવાનો ફાયદો Appleને મળી રહ્યો છે, જુઓ કંઈ રીતે

PC: wccftech.com

Apple કંપનીએ આ વખતે iPhone સાથે બોક્સાં ચાર્જર અને ઈયરફોન ન આપવાની જાહેરાતે દરેકને ચોંકાવી દીધા હતા. બધા લોકોની મિક્સ પ્રતિક્રિયા આવી હતી. ઘણા લોકોને આ વાત પસંદ આવી ન હતી, તો કેટલાંક લોકો કંપનીના પર્યાવરણમાં કાર્બન એમિશનને ઓછું કરવાના પગલાંને આવકાર્યો હતો. હવે Appleના કોઈ પણ ફોન સાથે બોક્સમાં ચાર્જર અને ઈયરફોન મળશે નહીં. કંપની આ પગલું ભરવા પાછળની દલીલ આપી હતી કે આમ કરવાથી કાર્બન એમિશન ઓછું કરવામાં આવી શકે છે. ભલે એપલ કંપનીની કોઈ પણ દલીલ હોય , પરંતુ બોક્સમાં ચાર્જર અને ઈયરફોન ન આપવાને લીધે કંપનીની કમાણી વધી રહી છે. લોકો અલગથી ટાઈપ સી ચાર્જર અથવા વાયરલેસ ચાર્જર ખરીદવા પર મજબૂર થઈ રહ્યા છે.

એક રિપોર્ટ પ્રમાણે, iPhone 12 સીરિઝ લોન્ચ પછીથી Apple Air podsના વેચાણમાં અચાનક વધારો થયેલો જોવા મળ્યો છે. એપલે બોક્સમાંથી ચાર્જર અને ઈયરફોનને હટાવી લીધા પછી અમેરિકામાં તેણે Beats બ્રાન્ડ હેઠળ Flex નેકબેન્ડ ઈયરફોન લોન્ચ કરી દીધા છે. હવે આ ઈયરફોનના વેચાણમાં પણ વધારો જોવા મળ્યો છે.

ડિજીટાઈમ્સે સપ્લાઈ ચેઈન સોર્સ દ્વારા મળેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Appleના Beats Flex ઝડપથી માર્કેટમાં પોતાની પોઝીશન બનાવી રહી છે. લોકોને આ નવી પ્રોડક્ટ ઘણી પસંદ આવી રહી છે. Apple Air pods લાઈન અપના વેચાણમાં પણ વધારો જોવા મળ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2020ના બીજા ત્રિમાસિકમાં Airpods TWS કેટેગરીમાં ટોપ સેલિંગ પ્રોડક્ટ્સમાંની એક પ્રોડક્ટ બની છે. કંપનીનો ગ્લોબલ માર્કેટમાં શેર 35 ટકાનો થઈ ગયો છે.

કંપનીને ઈયરફોન ન આપવાને લીધે લોકોએ ફરજિયાત પણે વાયર ઈયરફોન અથવા વાયરલેસ Airpodsની ખરીદી કરવી પડતી હોવાને લીધે પણ તેના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. એક વાત ધ્યાન આપવા જેવી છે કે આ વખતે કંપનીએ iPhone  12ની સાથે Magsafe વાયરલેસ ચાર્જિંગનો સપોર્ટ પણ આપ્યો છે. apple પોતાની વેબસાઈટ પર magsafe ચાર્જર 4500 રૂપિયામાં વેચી રહ્યું છે. આ સિવાય તમે તમારા જૂના ફોનના બદલામાં નવા ફોનની ખરીદી કરી શકો છો. તમને તમારા જૂના iPhone અથવા એન્ડ્રોઈડ ફોનના કેટલા રૂપિયા મળશે તેનું લિસ્ટ વેબસાઈટ પર જોવા મળશે અને તેટલા રૂપિયા તમારા iPhoneની ખરીદ કિંમતમાંથી બાદ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp