ગરબા રમીને ઘરે જતી 8 વર્ષની બાળકીનું અપહરણ કરીને નરાધમે આચર્યું દુષ્કર્મ

PC: kanaknews.com

ગુજરાતમાં યુવતીઓ અને બાળકીઓ સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, અવાર નવાર બળાત્કારના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે ત્યારે વધુ એક કિસ્સો રાજકોટમાં પ્રકાશમાં આવ્યો છે.

એક રિપોર્ટ અનુસાર, રાજકોટના રૈયા રોડ પર રહેતી એક આઠ વર્ષની બાળકી તેની દાદી સાથે શરદ પૂનમની રાત્રે ગરબા રમીને ઘરે પરત આવી રહી હતી. તે સમયે અજાણ્યા વ્યક્તિએ બાળકીની દાદી પાસે બાઈક ઊભી રાખીને ઘરે મુકી જવા માટે કહ્યું હતું. દાદી થાકી ગયા હોવાના કારણે તેમણે પહેલા આઠ વર્ષની બાળકીને બાઈક પર બેસાડી હતી અને પછી તેઓ બાઈક પર બેસવા જતા હતા. તે સમયે બાઈક ચાલક બાઈક પુરપાટ ઝડપે ચલાવીને બાળકીને લઇને ફરાર થઇ ગયો હતો. આ ઘટનાને પગલે દાદીએ પોલીસને જાણ કરતા પોલીસે બાળકીની શોધખોળ શરૂ કરી હતી.

અજાણ્યો ઇસમ બાળકીનું અપહરણ કરીને બાળકીને રૈયા રોડ પર આવેલા સ્મશાનની પાછળ લઇ ગયો હતો અને ત્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું, ત્યારબાદ જ્યારે આ ઇસમ બાળકીને લઇને બાઈક પર પરત આવી રહ્યો હતો ત્યારે તેની બાઈક એક વૃક્ષ સાથે અથડાઈને ખાડામાં પડી હતી. તેથી પકડાઈ જવાના ડરથી તે ઇસમ બાળકીને રસ્તામાં છોડીને ભાગી ગયો હતો. મોડી રાત્રે બાળકીને રસ્તા પર એકલી જોઈએ કારમાં જતા એક દંપતીને કંઇક અજુગતું લાગતા તેમણે બાળકીને પૂછતાં બાળકીએ સમગ્ર વાત દંપતીને જણાવી હતીં. તેથી દંપતીએ બાળકીને કારમાં બેસાડીને તેના ઘર સુધી પહોંચાડી હતી.

બાળકી હેમખેમ ઘરે પરતા ફરતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. તો બીજી તરફ પોલીસ પણ CCTV ફૂટેજના આધારે આરોપીને પકડવામાં સફળ થઇ હતી. આરોપીની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, તેનું નામ બાબુ છે અને તેની ઉપર ચોરી સહિત અલગ અલગ સાત જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp