તાજમહેલ સહિત ભારતના પ્રવાસન સ્થળો આ તારીખથી ખોલવામાં આવશે

PC: smartertravel.com

કેન્દ્રીય સાંસ્કૃતિક અને પર્યટન રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પ્રહલાદસિંહ પટેલે જાહેરાત કરી હતી કે, ભારતીય સંસ્કૃતિ અને પૂરાતત્વ સર્વે (ASI) દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, કેન્દ્રીય રીતે સુરક્ષિત તમામ સ્મારકોને 6 જુલાઇ 2020થી સલામતીના તમામ પ્રોટોકોલના પાલન સાથે ખોલવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, માત્ર એવા સ્મારકો/ સંગ્રહાલયો કે જે નોન-કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવે છે તેને મુલાકાતીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે.

કેન્દ્રીય રીતે સુરક્ષિત તમામ સ્મારકો અને સ્થળોએ સેનિટાઇઝેશન, સામાજિક અંતર તેમજ ગૃહ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આરોગ્ય સંબંધિત અન્ય પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે.

તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય અને/અથવા જિલ્લા પ્રશાસન દ્વારા જો કોઇ અન્ય વિશેષ આદેશ બહાર પાડવામાં આવ્યા હોય તો તેનો પણ ચુસ્ત અમલ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp