વિવાદમાં નામ આવ્યા બાદ MLA હકુભાની સ્પષ્ટતા, માફિયા સાથે...

PC: zeenews.com

ભૂમાફિયા અને ચોરીના ગુનામાં કુખ્યાત જયેશ પટેલ પ્રકરણમાં રાજનેતા, ભાજપના ધારાસભ્ય અને અન્ન અને પુરવઠામંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા-હકુભાનું નામ સામે આવતા અનેક પ્રશ્નો ચર્ચામાં હતા. જેને લઈને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદ યોજી મહત્ત્વની સ્પષ્ટતા કરી હતી. ગુંડાતત્ત્વો અને માફિયા સાથેના સંબંધોમાં હકુભાનું નામ આવતા તેમણે ચોખવટ કરી છે કે,આ આરોપો પાયાવિહોણા છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ ભૂમાફિયા જયેશ પટેલ અને રિબડાના અનિરૂદ્ધસિંહ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. માફિયા અને ગુંડાતત્ત્વો સાથે મારૂ નામ જોડીને બદનામ કરવાનું આ એક કાવતરૂ છે. રાજકીય હિતશત્રુઓ 20 વર્ષની કેરિયર ખરાબ કરવા માટે કામ કરી રહ્યા છે. પરિવારના લોકો વેપાર કરે છે તેની સામે કોઈ પુરાવા હોય તો સજા ભોગવવા માટે પણ તૈયાર છું. રાજ્ય સરકારે સમગ્ર મામલે તપાસ કરવી જોઈએ. ભાજપમાં આવી અન્ન તથા નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી તરીકે પદ સંભાળ્યા બાદ કે એની પહેલા મારી રાજકીય કેરિયર સ્વચ્છ અને નિષ્કલંક રહી છે. સમગ્ર જામનગર શહેર અને ગુજરાત રાજ્ય જાણે છે. કેટલાક લોકો અને મીડિયા તરફથી ભાજપ અને મારી વ્યક્તિગત પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા, રાજકીય ઈર્ષાભાવ રાખી પાયા વગરના કેટલાક આરોપ મૂકવામાં આવ્યા છે. આ આક્ષેપમાં કોઈ પ્રકારનું તથ્ય નથી. જયેશ પટેલ કે કોઈ પણ અસામાજીક તત્ત્વો કે ગુંડાઓ સાથે મારૂ નામ જોડી રાજકીય રીતે મને બદનામ કરવાનો આ એક પ્રયત્ન છે. જયેશ પટેલ કે કોઈ પણ અસામાજીક તત્ત્વોની ગુનાખોરી સાથે ભાજપ સરકારના રાજ્ય મંત્રી તરીકે નામ લેવામાં આવ્યું છે. આ તમામ આક્ષેપ સામે પુરાવા સાથે ફરિયાદ કરે એવી વિનંતી છે. માફિયા અને ગુંડાતત્ત્વો સાથે સાંઠગાંઠ હોવાની વાત પાયા વિહોણી છે.

મારે એમની સાથે કોઈ પ્રકારના સંબંધો નથી. અગાઉ પણ આવા કોઈ તત્ત્વો સાથે મારે સંબંધ ન હતા અને અત્યારે પણ નથી. મેં તો સામેથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને આ પાયા વિહોણા આક્ષેપો સામે તપાસ કરવા માંગ કરી છે. જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. 20 વર્ષની રાજકીય કેરિયર પર ક્યારેય લાંછન લાગવા દીધું નથી. પરિવારના જે લોકો વ્યાપાર-ધંધા કરે છે એ વેપાર કરવો કંઈ ગુનો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp