માત્ર 25% ઓક્સિજન લેવલ થતા યુવાનને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં મળ્યું નવજીવન

PC: khabarchhe.com

કોરોના મહામારીના કપરા સમયમાં ઘણા દર્દીઓને ઓક્સિજન લેવલ ઘટી જવાની સમસ્યા થાય છે. દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી જાય ત્યારે તેને સમયસર સારવાર આપવી ખૂબ જ જરૂરી બની જાય છે. ડૉકટર દ્વારા સતત તેમના સ્વાસ્થ્યનું મોનીટરીંગ કરીને શરીરમાં ઓક્સિજનનું સ્તર સામાન્ય કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે.

પાટણ જિલ્લાના છેવાડાના નાનાપુરા ગામના 27 વર્ષના યુવાન પ્રહલાદભાઈ ઠાકોરને કોરોના થયા બાદ રોજ શરીરમાં ઓક્સિજનનું સ્તર એકદમ ઘટીને 25% થઈ ગયું હતું. જેનાથી ડરી ગયેલા પરિવારજનોએ અનેક ખાનગી હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો, પણ કોઈ નક્કર પરિણામ ન મળતા આખરે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા. જ્યાં ડૉ. અરવિંદ ચૌધરી અને એમની ટીમ દ્વારા દર્દીની સ્થિતિની ગંભીરતાને જાણીને તાત્કાલિક સારવાર કરવામાં આવી. પ્રહલાદભાઈનું ઓક્સિજન લેવલ ઊંચું લાવવા માટે એમને એનઆરબીએમ માસ્ક પર લઈને સારવાર શરૂ કરવામાં આવી. જ્યાં તેમને દરરોજ જરૂરિયાત પ્રમાણે ઓક્સિજન અને ઈન્જેક્શન આપવામાં આવ્યા. પરિણામે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરી અને ઓક્સિજન લેવલ સામાન્ય થયું. દર્દીના ફેફસાંની નળીઓ ખુલે અને મજબૂત બને એ માટે સ્પાયરોમેટ્રી થેરાપી કરવામાં આવી.

ડૉ. અરવિંદ ચૌધરી જણાવે છે કે કોરોનાના ગંભીર દર્દીઓની સારવારમાં એમનું મનોબળ મજબૂત રહે એ ખૂબ જરૂરી છે. તેઓ સકારાત્મક બની રહે એ માટે અમે પૂરતા પ્રયાસો કરી તેમને હિંમત આપીએ છીએ. રેફરલ હોસ્પિટલ રાધનપુર ખાતે કરવામાં આવેલ સારવાર સંદર્ભે પ્રહલાદભાઈના પિતા અમૃતભાઈ ઠાકોર જણાવે છે કે અહીંના ડૉકટર અને સ્ટાફે મારા પુત્રને જીવન બક્ષવા માટે ખૂબ મહેનત કરી છે. તેમના પ્રયાસોથી મારો પુત્ર આજે અમારા પરિવાર સાથે છે. આવા દેવદૂત સમાન ડૉકટરોનો અમે આભાર માનીએ છીએ. કોરોનાની ભીષણ બીમારીના સમયમાં સરકારી હોસ્પિટલના ડૉકટર અને સ્ટાફ પોતાની આવડત અને સૂઝ–બૂઝથી છેવાડાના માનવીઓએ નવું જીવન આપીને એમના ચહેરા પર સ્મિત પરત લાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp