મહીસાગરમાં એક માતાએ ત્રણ સંતાનો સાથે કુવામાં ઝંપલાવી આપઘાત કર્યો

PC: youtube.com

મહીસાગરના એક ગામમાં એક માતાએ તેના ત્રણ બાળકોની સાથે કુવામાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આ ઘટનાની ગામના લોકોને જાણ થતા તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને મહિલા અને તેના બાળકોને બચવાના પ્રયાસો કર્યા હતા. જો કે, કુવામાં વધારે પાણી ભરેલુ હોવાના કારણે મહિલા સહિત ચારેય બાળકોના મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. જો કે, આ મહિલાએ તેના બાળકોને સાથે લઇને આપઘાત શા માટે કરવો પડ્યો તેનું કારણ જાણવા મળી શક્યું નથી.

એક રિપોર્ટ અનુસાર મહીસાગરના કડાણા તાલુકામાં આવેલા ડીટવાસ ગામમાં આવેલા એક ખેતરમાં એક માતાએ તેના ત્રણ સંતાનની સાથે ખેતરમાં પાણીથી ભરેલા કુવામાં ઝંપલાવ્યુ હતું. આ ઘટનાની જાણ ગામ લોકોને જાણ થતા ગામના સરપંચ સહિતના લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. ગામના લોકોએ ખાટલા પર દોરડા બાંધીના કુવાની અંદર ઉતરીને મહિલાઓ અને તેના ત્રણ સંતાનોને કુવાની બહાર કાઢવાની તજવીજ શરૂ કરી હતી. પોલીસની સાથે સાથે ગામ લોકોએ મહિલાનું રેક્સ્યું શરૂ કર્યું હતું. જો કે, કુવામાં પાણી વધારે હોવાનું મહિલા અને તેના ત્રણ બાળકોના મોત નીપજ્યા હતા.

પોલીસને ઘટના સ્થળની તપાસ દરમિયાન મહિલાના આપઘાતનું કારણ જાણવા મળ્યું નહોતું. કુવામાંથી માતા અને ત્રણ સંતાનોના મૃતદેહને બહાર કાઢીને તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp