ડોનાલ્ડ ટ્રમ્પે ઐતિહાસિક કામ કર્યું, આ તસવીર તેની સાક્ષી છે

PC: indianexpress.com

ખાડીના દેશો અને ઈઝરાયલના સંબંધોમાં મંગળવારે એક ઐતિહાસિક વળાંકની શરૂઆત થઇ. વ્હાઈટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અધ્યક્ષતામાં થયેલા કાર્યક્રમમાં UAE અને બહરીને ઈઝરાયલની સાથે એક ઐતિહાસિક કરાર પર સાઈન કરી છે. જેના હેઠળ ખાડીના આ બંને પ્રમુખ દેશોએ ઈઝરાયલની સાથેના સંબંધોને સંપૂર્ણ રીતે સામાન્ય કરતા તેને માન્યતા આપી દીધી છે. આ કરારને અબ્રાહમ કે ઈબ્રાહીમ કરારનું નામ આપવામાં આવ્યું છે.

નવા મીડલ ઈસ્ટની શરૂઆત

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ કરારને નવા મિડલ ઈસ્ટની શરૂઆત ગણાવી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે તેનાથી ન માત્ર પશ્ચિમ એશિયામાં નવી વ્યવસ્થા સ્થપાશે બલ્કે રાષ્ટ્રપતિ ચૂંટણી માટેના પ્રચારની વચ્ચે તેમની છવિ શાંતિ લાવનારા એક નવા નાયક તરીકેની રહેશે.

ઈઝરાયલને માન્યતા આપનારા ત્રીજા અને ચોથા અરબ દેશ બન્યા UAE અને બહરીન

UAE અને બહરીન હવે ત્રીજા અને ચોથા અરબ દેશો બની ગયા છે જેમણે 1948માં સ્થાપિત ઈઝરાયલને માન્યતા આપી છે. બંને દેશો પહેલા મિસ્ત્ર અને જોર્ડન જ એવા અરબ દેશો હતા, જેમણે ઈઝરાયલને ક્રમશઃ 1978 અને 1994માં માન્યતા આપી હતી. દશકાથી પણ વધારે સમયથી મોટા ભાગના અરબ દેશો ઈઝરાયલનો એ કહી બહિષ્કાર કરી રહ્યા છે કે જ્યાં સુધી પેલેસ્ટાઈનિયનનો વિવાદ ઉકેલાઇ ન જાય ત્યાં સુધી તેઓ ઈઝરાયલ સાથે કોઈ સંબંધ રાખશે નહીં.

પેલેસ્ટાઈનિયનોએ કરી નિંદા

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની આગેવાનીમાં થયેલા આ કાર્યક્રમમાં UAE અને બહરીનના પ્રતિનિધિઓએ અલગ અલગ ઈઝરાયલના પ્રતિનિધિઓ સાથે કરાર પર સાઇન કરી છે. ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ કરારનું સ્વાગત કરતા કહ્યું કે, આ એક ઐતિહાસિક દિવસ છે. આ શાંતિની નવી શરૂઆત છે. UAEના વિદેશ મંત્રી અને ત્યાંના તાકતવર ક્રાઉન પ્રિંસના ભાઈ શેખ અબ્દુલ્લાહ બિન જાયેદ અલ નાહયાને કહ્યું કે, આનાથી દુનિયાભરમાં આશાની નવી કિરણ જાગશે. બહરીનના વિદેશ મંત્રીએ પણ આ ઐતિહાસિક કરારનું સ્વાગત કર્યું છે અને સાથે જ એવું પણ કહ્યું છે કે તેમનો દેશ પેલેસ્ટાઈનિયન સાથે ઊભો રહેશે. જોકે, પેલેસ્ટાઈનિયનોએ આ કરારની નિંદા કરી કરતા તેને ખતરનાક વિશ્વાસઘાત કરાર ગણાવ્યો છે.

13 ઓગસ્ટના રોજ UAE અને ઈઝરાયલના કરારનું એલાન થયું હતું

જાણ હોય તો આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતા પછી જ ઈઝરાયલ અને સંયુક્ત અરબ અમીરાતે શાંતિ કરાર પર સાઈન કરી હતી અને 72 વર્ષ પછી બંને દેશોની દુશ્મની ખતમ થઇ હતી. બંને દેશોએ 13 ઓગસ્ટના રોજ જાહેરાત કરી હતી કે તેઓ અમેરિકાની મધ્યસ્થતાથી થયેલા કરાર હેઠળ પૂર્ણ કૂટનીતિક સંબંધો સ્થાપિત કરી રહ્યા છે. ઈઝરાયલ અને બહરીન કરારનું એલાન ગયા અઠવાડિયે જ થયું હતું. ટ્રમ્પની પહેલ પર આ ઐતિહાસિક કરારનો પાયો નખાયો. તેની પાછળ ટ્રમ્પના સલાહકાર અને જમાઇ જેરેડ કુશનરે અગત્યની ભૂમિકા ભજવી છએ. UAE અને બહરીનના નેતાઓ સાથે ફોન પર વાત કર્યા પછી ટ્રમ્પે પોતે જ બંને કરારોને લઇ જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp