કોરોના વાયરસઃ ક્રૂઝમાં ફંસાઈ મુંબઈની સોનાલી ઠક્કર, બોલી- અમને અહીંથી કાઢો

PC: cnn.com

ચીનથી શરૂ થયેલો કોરોના વાયરસ પૂરી દુનિયામાં ફેલાઈ ગયો છે. જાપાનમાં એક લક્ઝરી ક્રૂઝ ડાયમન્ડ પ્રિંસેસને યોકાહામા પોર્ટ પર સરકારે આઈસોલેટ કરીને રાખી છે. આ ક્રૂઝ પર 219 મુસાફરો કોરોના વાયરસથી સંક્રમિત છે. જેમાં 2 ભારતીયો છે. ક્રૂઝ પર ક્રૂ અને ટૂરિસ્ટને મળીને કુલ 138 ભારતીય છે.

આટલી મોટી સંખ્યામાં પોઝિટિવ કેસો મળ્યા બાદ જાપાન પ્રશાસને ક્રૂઝ લાઈનરને આઈસોલેટ કરી છે. પણ જે લોકો ક્રૂઝ પર સંક્રમિત નથી, એવી સ્થિતિમાં તેમના સંક્રમણમો ખતરો વધી જાય છે. મુંબઈની સોનાલી ઠક્કર પણ ક્રૂઝ પર ફંસાઈ છે.

સોનાલી આ ક્રૂઝ પર સિક્યોરિટી ઓફિસર છે. તેણે ભારત સરકાર પાસેથી મદદ માગી છે. તેણે ક્હ્યું કે, વધારે દિવસ જો તેમને આ ક્રૂઝ પર રાખવામાં આવશે તો તે પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ જશે. માટે ભારત સરકાર જલદી અહીં ફંસાયેલા ભારતીયોને ભારત લાવવાની વ્યવસ્થા કરે. લોકો સુધી મેસેજ પહોંચાડો, જે અમારી મદદ કરી શકે. 10 દિવસ થઈ ગયા છે. અમને અહીંથી કાઢો.

સોનાલી કહે છે, આ ક્રૂઝ પર હજારથી વધારે ક્રૂ મેમ્બર છે, અમે સાથે રહીએ છે, ખાઈએ-પીઈએ છે. કોણ કોરોના વાયરસથી સંક્રમિત છે, તેની ખબર પણ નહીં પડે. ક્રૂઝ પર મોજૂદ લોકોની તપાસ કરાવવામાં આવે, જે લોકો ઠીક છે તેમને અલગ રાખવામાં આવે, મને કોઈનાથી કોઈ ફરિયાદ નથી. પણ અમે ભારતીય એમ્બેસીથી સંપર્ક કરી શકીએ એમ નથી.

ક્રૂઝ પર કોરોના વાયરસથી સંક્રમિત થયેલા લોકોમાં 2 ભારતીય છે. જે ક્રૂના સભ્ય છે. આ ક્રૂઝ પર 132 ભારતીય છે અને 6 ટૂરિસ્ટ છે. વિદેશ મંત્રી જયશંકર અનુસાર, ટોકિયોમાં ભારતીય એમ્બેસી ક્રૂઝ પર ફંસાયેલા લોકો સાથે સંપર્કમાં છે. તો સ્વાસ્થ્ય મંત્રીનું કહેવું છે કે, વિદેશ મંત્રાલય ક્રૂઝમાં ફંસાયેલા લોકોની મદદ કરવાની કોશિશ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp