મોદી સરકારે જે ટીવી પ્રોગ્રામને મંજૂરી આપી તેને સુપ્રીમ કોર્ટે શા માટે રોક્યો

PC: thestatesman.com

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના આદેશના પલટતા સુદર્શન ટીવીના મુસ્લિમ સમુદાયના લોકોને સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરવાને લઇ જોડાયેલા એક કાર્યક્રમના પ્રસારણ પર રોક લગાવી દીધી છે. કોર્ટે તેની સાથે જ ઈલેક્ટ્રોનિક મીડિયાના સેલ્ફ રેગ્યુલેશન માટે માપદંડો નક્કી કરવાનું કહ્યું છે. કોર્ટે સુદર્શન ટીવીના શોને ઉન્માદ પેદા કરનારો ગણાવી કહ્યું કે, આ એક સમુદાયની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે.

કોર્ટે કહ્યું- મીડિયા પર સેંસરશિપ નહીં, પણ સેલ્ફ રેગ્યુલેશન જરૂરી

સુપ્રીમ કોર્ટે કહ્યું કે પાંચ નાગરિકોની એક કમિટિનું ગઠન કરી શકાય છે, જે ઈલેક્ટ્રોનિક મીડિયાના સેલ્ફ રેગ્યુલેશન માટે માપદંડ નક્કી કરે. આ કમિટિમાં કોઈપણ સભ્ય રાજકીય ગુણગાન કરનારા રહેશે નહીં. તેઓ સરાહનીય કદના લોકો હોય.

આ કારણે સુદર્શન ટીવીના કાર્યક્રમ પર પ્રતિબંધ

સુદર્શન ટીવીએ એક પ્રોગ્રામના પ્રોમોમાં દાવો કર્યો હતો કે સરકારી સેવામાં મુસ્લિમ સમુદાયના સભ્યોની ઘૂસણખોરીના ષડયંત્રનો ખુલાસો કરવામાં આવી રહ્યો છે. જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની બેંચે કહ્યું કે, પહેલી નજરમાં આ એપિસોડ અલ્પસંખ્યક સમુદાયને બદનામ કરવાનો લાગે છે. કાર્યક્રમના પ્રોમોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારી સેવામાં અલ્પસંખ્યક સમુદા.ના લોકોની ઘૂસણખોરીનો ખુલાસો કરવામાં આવી રહ્યો છે. કોર્ટે કહ્યું કે, અમુક ચેનલો પર થનારી ડિબેટ ચિંતાનો વિષય છે. જેમાં એવી ઘણી વાતો કરવામાં આવી રહી છે, જે માનહાનિ વાળી છે. અમુક પ્રોમોમાં ઉશ્કેરીનજક કમેન્ટ કરવામાં આવે છે- જેમ તે એક વિશેષ સમુદાયના લોકો સિવિલ સેવામાં પ્રવેશ કરી રહ્યા છે.

કોર્ટે કહ્યું- અમુક ટીવી ડિબેટ ઉશ્કેરે છે, એંકર પોતે બોલતા રહે છે...

સુનાવણી દરમિયાન બેંચમાં સામેલ જસ્ટિસ જોસેફે કહ્યું કે, ડિબેટમાં એંકરના રોલને જોવાની જરૂર છે. મોટાભાગના સમયે એંકર બોલતો રહે છે અને સ્પીકરને મ્યૂટ કરીને સવાલ કરતા રહે છે. તો જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, ઘણીવાર કોઈપણ આધાર વિના આરોપ લગાવી દેવામાં આવી છે. તેને કઇ રીતે પરવાનગી આપી શકાય છે? શું સ્વતંત્ર સમાજમાં તેને પરવાનગી આપી શકાય છે?

કેન્દ્ર સરકારની હિંદુ આતંકવાદની દલીલ

જણાવી દઇએ કે, સુદર્શન ટીવીના કાર્યક્રમના પ્રસારણની કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે જ પરવાનગી આપી દીધી હતી. કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં દલીલ કરતા કહ્યું કે, પત્રકારોની સ્વતંત્રતા સર્વોચ્ચ છે અને પ્રેસ પર નિયંત્રણની કોશિશ ખતરનાક રહેશે. કેન્દ્રએ હિંદુ આતંકવાદ અને લોકડાઉન સમયની સ્ટોરીની દલીલ પણ આપી અને કહ્યું કે શું આને સાંપ્રદાયિક શોથી ઓછું હાનિકારક કહી શકાય છે.

પત્રકારને અલગથી આઝાદી નથી મળી

કોર્ટે કહ્યું કે, શું વિચારની અભિવ્યક્તિને બચાવવા માટે મીડિયાનું સેલ્ફ રેગ્યુલેશન ન હોવું જોઇએ. તેના પર તુષાર મહેતાએ કહ્યું કે, લોકતંત્રમાં જો પ્રેસને નિયંત્રણ કરવામાં આવ્યું તો તે વિનાશકારી રહેશે. ઈન્ટરનેટ પર પણ તો લાખો લોકો લખી રહ્યા છે. જેના પર જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું, અમે સોશિયલ મીડિયાની વાત કરી રહ્યા નથી. શું આપણે એકને રેગ્યુલેટ એટલા માટે ન કરીએ કારણ કે દરેકને રેગ્યુલેટ ન કરી શકીએ. જસ્ટિસ જોસેફે કહ્યું કે, પત્રકારની આઝાદી સંપૂર્ણ નથી. જે રીતે ભારતના દરેક નાગરિકોને વિચાર રાખવાની આઝાદી છે, તે જ પ્રેસને પણ છે. પત્રકારને અલગથી આઝાદી નથી મળી.

જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, પત્રકારે નિષ્પક્ષ ટિપ્પણી કરવી જોઇએ. ક્રિમિનલ તપાસમાં મીડિયા મોટેભાગે એક જ ભાગની તપાસ પર ફોકસ કરે છે. એંકર એક સમુદાય વિશેષને નિશાનો બનાવે છે. અમે એક સ્ટાન્ડર્ડ ઈચ્છીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp