પુલવામા હુમલોઃ 'મમ્મી, હવે તો અમે ડાહ્યા બની ગયા, તો પણ પપ્પા કેમ નથી આવતા'

PC: jagranimages.com

મમ્મી હવે તો અમે સ્કૂલે પણ જવા માંડ્યા છીએ, ડાહ્યા બાળકો બની ગયા છીએ. છતા પપ્પા કેમ નથી આવતા. મમ્મી, પપ્પા શહીદ થઈ ગયા... તો શું આટલા દિવસો બાદ પણ નહીં આવશે? અમે ગામ જઈ રહ્યા છીએ, શું ત્યાં પપ્પા મળશે? તેઓ અમારાથી ગુસ્સે છે એટલે વાત નથી કરતા. પહેલા પપ્પાનો ફોન આવતો હતો, હવે ફોન પણ નથી આવતો. નાનકડા આયુષે થોડી જ વારમાં પોતાની મમ્મીને પિતા શ્યામબૂબીની યાદમાં ઘણા બધા સવાલો પૂછી લીધા.

ડેરાપુર તાલુકાના રેંગવા નિવાસી રામ પ્રસાદનો મોટો દીકરો શ્યામ બાબૂ 14 ફેબ્રુઆરી, 2019ના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થઈ ગયા હતા. નોકરીના કારણે તેમની પત્ની રુબી અકબરપુર તાલુકામાં જ રહે છે. શહીદ શ્યામ બાબૂની વરસી પર ગામમા થનારા હવન તેમજ અન્ય કાર્યક્રમના એક દિવસ પહેલા રુબી પોતાના 5 વર્ષના પુત્ર આયુષ અને દોઢ વર્ષની દીકરી આયુષીને લઈને ગામ ગઈ હતી, પરંતુ ઘરેથી નીકળતા જ પુત્ર આયુષે કરેલા સવાલોએ રુબીને નિઃશબ્દ કરી દીધી.

મમ્મી હવે તો અમે સ્કૂલે પણ જવા માંડ્યા છીએ, સારા અને ડાહ્યા બાળકો બની ગયા છીએ. પછી પપ્પા કેમ નથી આવતી. મમ્મી, પપ્પા શહીદ થઈ ગયા... તો શું આટલા દિવસો પછી પણ તેઓ નહીં આવશે? અમે ગામ જઈ રહ્યા છીએ, તો શું પપ્પા ત્યાં મળશે? પપ્પા અમારાથી ગુસ્સે છે એટલે વાત નથી કરતા. પહેલા પપ્પાનો ફોન આવતો હતો, હવે ફોન પણ નથી આવતો. પપ્પા કહેતા હતા કે, સ્કૂલે જતા બાળકો સારા હોય છે, હવે તો હું પણ સ્કૂલે જઈ રહ્યો છું, બેટૂ સ્કૂલે નથી જતી. છતા મારી સાથે વાત કેમ નથી કરતા.

દીકરી આયુષે થોડી જ મિનિટોમાં મા રુબીને શહીદ પિતા વિશે એટલા બધા સવાલો પૂછી લીધા કે તેની આંખો છલકાઈ ગઈ. પોતાના આંસુ છુપાવતા તેણે દીકરાને સમજાવ્યો કે પપ્પા ડ્યૂટી પર ગયા છે. રજા નથી મળતી, આથી ઘરે નથી આતા. રજા મળશે એટલે પપ્પા ઘરે જરૂર આવશે. રુબીએ જણાવ્યું કે, આયુષનું એડમિશન નર્સરીમાં કરાવ્યું છે. જોકે, દોઢ વર્ષની દીકરી આયુષી હજુ આ બધાથી અપરિચિત છે. તેણે જણાવ્યું હતું કે, ગામમાં હવનનો કાર્યક્રમ રાખ્યો છે, આથી જલ્દી નીકળવાનું છે. ગામથી પરિવારજનોના તેમજ સમાધિ સ્થળ પર પહોંચી ગયેલા લોકોના ફોન પણ આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp