J&K: પૂંછમાં જવાબી ફાયરિંગમાં ભારતીય સેનાએ PAKની 3 પોસ્ટ ધ્વંસ કરી

PC: news18.com

જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. બુધવારે મોડી રાતે પણ પાકિસ્તાન તરફછી પૂંછના દેગબાર સેક્ટરમાં ફાયરિંગ કરવામાં આવી હતી.

તો ભારતીય સેનાએ જવાબી ફાયરિંગ કરતા પાક.નાં એક સૈનિકને માર્યો અને સાતને ઘાયલ કર્યા. પાકિસ્તાની સેના સતત પાછવા 3 દિવસોથી પોસ્ટ પર નિશાનો બનાવીને ફાયરિંગ કરી રહી હતી.

જાણકારી અનુસાર, જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સતત ભારતીય સેનાને નિશાનો બનાવીને ફાયરિંગ કરવામાં આવી રહી છે. ભારતીય સેના પણ તેનો જવાબ આપી રહી છે. બુધવારે મોડી રાતે પણ પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ભારતીય સેનાએ પાકિસ્તાનના ચિરકુટ સેક્ટરના બરોહ વિસ્તારમાં પાકિસ્તાનની ત્રણ પોસ્ટને દ્વસ્ત કરી નાખી. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના એક સૈનિકનું મોત થયું હતું. જ્યારે 7 સૈનિકો ઘાયલ થયા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય સેનાએ પાકિસ્તાની પોસ્ટની સાથે બરોહ સેક્ટરમાં બોમ્બિંગ કરીને તેને દ્વસ્ત કરી હતી. તે વિસ્તારમાંથી પાકિસ્તાની સેના પાછલા 3 દિવસોથી સતત ભારતીય છાવણીઓ પર ફાયરિંગ કરી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp