નિર્ભયા મામલે સુનાવણી દરમિયાન બેભાન થયા જસ્ટિસ ભાનુમતી

PC: indiatvnews.com

નિર્ભયા કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ આર ભાનુમતિ બેભાન થઈ ગયા. જસ્ટિસ તે દરમિયાન દોષિતોના અલગ અલગ નિષ્પાદન પર કેન્દ્ર દ્વારા દાખલ કરવામાં આવેલા જવાબો સાંભળી રહ્યા હતા. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું તે, જસ્ટિસ ભાનુમતિને તાવ હતો. ચેમ્બરમાં ડૉક્ટરો તેમની સારવાર કરી રહ્યા છે. હાલમાં આ બેંચે સુનાવણી રોકી દીધી છે. આ મામલે હવે પછી આદેશ આપવામાં આવશે.

દોષી વિનય કુમાર શર્માની એક અરજી પર સુનાવણી ચાલી રહી હતી. તે દરમિયાન જસ્ટિસ ભાનુમતી કોર્ટ રૂપમાં બેભાન થઈ ગયા. ત્યાર બાદ તેમને તરત ચેમ્બરમાં લઈ જવામાં આવ્યા. ચૂકાદો લખતા સમયે જસ્ટિસને ચક્કર આવી ગયા. ત્યાર બાદ નક્કી કરવામાં આવ્યું કે સોમવારે આ મામલે સુવાનણી થશે. 20-30 સેકન્ડ બાદ જસ્ટિસ બેભાન થઈ ગયા. તેમને તાવ પણ હતો અને તેમનું બ્લડ પ્રેસર પણ વધારે હતું. તેમને મહિલા પોલીસકર્મી ચેમ્બરમાંથી વ્હીલચેર પર ડિસ્પેન્સરી લઈ ગયા.

સુપ્રીમ કોર્ટે નિર્ભયાના દોષી વિનયની પિટિશનને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, મેડિકલ રિપોર્ટ મુજબ નિર્ભયાના દોષી વિનયની માનસિક હાલત બિલકૂલ ઠીક છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે,

લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ કહે છે કે, દોષી વિનયની ન ફક્ત શારીરિક હાલત ઠીક છે, પરંતુ માનસિક હાલત પણ ઠીક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp