રાજસ્થાનની ચંબલ નદીમાં પલ્ટી હોડી, બે ડઝન કરતા વધુ લોકોના ડૂબવાની આશંકા

PC: twitter.com

રાજસ્થાનના કોટા જિલ્લાની સરહદના છેલ્લાં ક્ષેત્ર ખાતૌલી ક્ષેત્રના ગોઠડા ગામમાં બુધવારે સવારે એક હોડી ચંબલ નદીમાં પલ્ટી મારી ગઈ. આ હોડીમાં 40 કરતા વધુ લોકો સવાર હતા. સાથે જ ગ્રામીણોની 14 જેટલી મોટરસાયકલો પણ આ હોડીમાં મુકવામાં આવી હતી, જે પણ પાણીમાં ડૂબી ગઈ હતી. આ ઘટનામાં ઘણા લોકોના નદીમાં ડૂબવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હોડીમાં મહિલાઓ અને બાળકો પણ સવાર હતા. ઘટના અંગે જાણ થતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી ગયા અને પોતાના સ્તર પર બચાવ તેમજ રાહત કાર્યમાં જોતરાઈ ગયા છે. પોલીસ અને પ્રશાસન પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. દુર્ઘટનાની સૂચના મળવા પર કોટાથી પણ બચાવ અને રાહત ટીમ રવાના થઈ ગઈ છે. જિલ્લા ક્લસ્ટર અને એસપીએ ઘટના અંગે જાણકારી મેળવી અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ ગયા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, ગોઠલા કલાની પાસે કમલેશ્વર ધામ જતી વખતે આ દુર્ઘટના થઈ હતી. હોડીમાં 40 કરતા વધુ લોકો સવાર હતા, જે ગોઠડા ગામથી ચંબલ નદી પાર કરી રહ્યા હતા. અચાનક હોડી અસંતુલિત થઈ ગઈ અને તેમા પાણી ભરાવા માંડ્યું. હોડીને ડૂબતી જોઈ તેમાં સવાર લોકો ચંબલ નદીમાં કૂદી પડ્યા હતા, ત્યારબાદ હોડી પણ પાણીમાં ડૂબી ગઈ હતી. જે લોકોને તરતા આવડતું હતું, તેઓ તરીને બહાર આવી ગયા છે. હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે, કેટલા લોકો નદીમાં ડૂબ્યા છે. ઘટના સ્થળ પર સેંકડોની સંખ્યામાં ગ્રામીણો હાજર છે. લોકોની શોધ યુદ્ધ સ્તર પર કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp