26th January selfie contest

મોદી સરકાર આ 6 સરકારી કંપનીઓને કરશે બંધ, ક્યારેક હતું મોટું નામ અને વેપાર

PC: etimg.com

કેન્દ્ર સરકાર વિનિવેશના મોરચે ઝડપથી આગળ વધી રહી છે. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષ દરમિયાન 2.10 લાખ કરોડ રૂપિયાનું વિનિવેશ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. સરકાર પબ્લિક સેક્ટરની કંપનીઓના વિનિવેશ દ્વારા 1.20 લાખ કરોડ રૂપિયા ભેગા કરશે. તો નાણાકીય સંસ્થાઓના હિસ્સેદારીના વેચાણ દ્વારા અન્ય 90 હજાર કરોડ રૂપિયા ભેગા કરાશે. કેન્દ્રીય નાણામંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે વિનિવેશને લઇ ઉઠાવવામાં આવેલા પગલાને લઇ જાણકારી આપી. તેમણે લોકસભામાં કહ્યું છે કે, સરકાર 20 કંપનીઓ અને તેમની યૂનિટ્સમાં હિસ્સેદારી વેચવા માટે તૈયારીમાં છે. આ કંપનીઓ રણનીતિક વિનિવેશ પ્રક્રિયાના જુદા જુદા ચરણોમાં છે.

અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, સરકાર 6 સરકારી કંપનીઓને બંધ કરવા જઇ રહી છે. નીતિ આયોગે સરકારી કંપનીઓમાં વિનિવેશ માટે અમુક શરતો નક્કી કરી છે. તેના આધારે સરકારે 2016થી અત્યાર સુધીના મામલામાં રણનીતિક વિનિવેશને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

અનુરાગ ઠાકુરે કહ્યું કે, 6 CPSEને બંધ કરવા અને મુકદમાબાજી પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જે સરકારી કંપનીઓને બંધ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે, તેમાં હિંદુસ્તાન ફ્લૂરાકાર્બન લિમિટેડ, સ્કૂટર્સ ઈન્ડિયા, ભારત પમ્પ્સ એન્ડ કમ્પ્રેસર્સ લિમિટેડ, હિંદુસ્તાન પ્રીફૈબ, હિંદુસ્તાન ન્યૂઝપ્રિંટ અને કર્ણાટક એન્ટીબાયોટિક્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ સામેલ છે.

હિંદુસ્તાન ફ્લૂરાકાર્બન લિમિટેડ- આ કંપની રસાયણ અને પેટ્રો રસાયણ વિભાગ હેઠળ આવનારી સરકારી કંપની છે. ખોટમાં ચાલી રહેલી આ કંપનીમાં કામ કરી રહેલા કર્મચારીઓને સ્વૈચ્છિક પૃથક્કરણ અને સેવાનિવૃત્તિની યોજના હેઠળ યોગ્ય વળતર આપવામાં આવશે. તેના માટે સરકાર કંપનીને વ્યાજ વિના 77.20 કરોડ રૂપિયા આપશે. તેની ભરપાઈ કંપનીની જમીન અને સંપત્તિ વેચીને પ્રાપ્ત ધનથી કરાશે.

સ્કૂટર્સ ઈન્ડિયા- દેશને લમ્બ્રેટા, વિજય ડીલક્સ અને વિજય સુપર જેવા સ્કૂટર આપનારી સ્કૂટર ઈન્ડિયા લિમિટેડને કેન્દ્રએ બંધ કરવાનું એલાન કર્યું છે. છેલ્લી વાર સ્કૂટર ઈન્ડિયાએ માર્કેટમાં 1980માં લમ્બ્રેટા લોન્ચ કર્યું હતું. આ કંપનીના દરેક પ્લાન્ટ બંધ છે.

ભારત પમ્પ્સ એન્ડ કમ્પ્રેસર્સ લિમિટેડ- આ ભારત સરકારની એક લઘુરત્ન કંપની છે. જે રેસિપ્રોકેટિંગ પમ્પ, સેન્ટ્રિફ્યુગલ પમ્પ, રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર અને સીમલેસ ગેસ સિલિન્ડર બનાવતી હતી. જેનું મુખ્ય ઓફિસ અલાહાબાદમાં છે.

હિંદુસ્તાન પ્રીફૈબ- આ ભારતની સૌથી જૂની સરકારી કંપનીમાંથી એક છે. આ કંપનીને 1948માં એક વિભાગના રૂપમાં સ્થાપિત કરવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાનના વિભાજન દરમિયાન પાકિસ્તાનથી પલાયન કરી રહેલા લોકોની જરૂરતો પૂરી કરવા માટે આની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછી આ કંપનીને 1953માં હિંદુસ્તાન હાઉસિંગ ફેક્ટરી લિમિટેડના નામથી એક કંપનીના રૂપમાં સ્થાપિત કરવામાં આવી. 9 માર્ચ 1978માં કંપનીનું નામ બદલી હિંદુસ્તાન પ્રીફૈબ લિમિટેડ રાખવામાં આવ્યું.

હિંદુસ્તાન ન્યૂઝપ્રિંટ લિમિટેડ- HNLને કેરળના વેલ્લૂરમાં 7 જૂન 1983માં હિંદુસ્તાન પેપર કોર્પોરેશન લિમિટેડના પૂર્ણ સ્વામિત્વાધીન સહાયક કંપનીના રૂપમાં સ્થાપિત કરવામાં આવી હતી. વર્ષ 1998માં HNL આકર્ષક આઈએસઓ 9002 પ્રમાણ પ્રાપ્ત કરનારી દેશની પ્રથમ ન્યૂઝપ્રિંટ નિર્માતા બની. હવે કંપની પર તાળુ લટક્યું છે.

કર્ણાટક એન્ટીબાયોટિક્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ- 1984માં એક મામૂલી શરૂઆતતથી KAPL જુદા જીવન રક્ષક અને આવશ્યક દવાઓનું નિર્માણ અને વિપણનના ક્ષેત્રોમાં મજબૂતી સાથે પ્રવેશ કર્યો હતો. ISO માન્યતાની સાથે આ કંપનીને તેના ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગુણવત્તા અને સેવા માટે પોતાની પ્રતિબદ્ધતા માટે ઓળખવામાં આવતી હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp