બદ્રીનાથે જણાવ્યું- ધોની નહીં પણ આ ખેલાડી CSKના કેપ્ટનના રૂપમાં પહેલી પસંદ હતો

PC: swarnimtimes.com

ચેન્નઈ સુપર કિંગ્સ અને ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન એસ બદ્રીનાથે IPL ટૂર્નામેન્ટની પહેલી સીઝનને લઇ એક મોટો ખુલાસો કર્યો છે. IPLની પહેલી સીઝન વર્ષ 2008માં શરૂ થઇ હતી. ત્યારે ચેન્નઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટે મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટનના રૂપમાં પસંદ કર્યો હતો. જે હજુ પણ આ પદ પર બની રહ્યા છે. પણ તમને જણાવી દઇએ કે, ત્યારે મહેન્દ્ર સિંહ ધોની CSKની કેપ્ટન્સીને લઇ મેનેજમેન્ટની પહેલી પસંદ નહોતો.

પોતાની યૂટ્યૂબ ચેનલ પર બદ્રીનાથે કહ્યું કે ચેન્નઈ ટીમના કેપ્ટનના રૂપમાં વીરેન્દ્ર સેહવાગને પસંદ કરવામાં આવ્યા હતા. પણ વીરૂએ દિલ્હીની સાથે જોડાવવાનું પસંદ કર્યું. સેહવાગ ડોમેસ્ટિક ક્રિકેટ એટલે કે રણજી મેચોમાં પણ દિલ્હીનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો હતો અને તે દિલ્હીમાં જ બની રહેવા માગતો હતો. તેમણે કહ્યું કે, IPL વર્ષ 2008માં શરૂ થઇ. જો તમે જોશો કે કેપ્ટન્સીને લઇ ચેન્નઈની ટીમની પહેલી પસંદ કોણ હતા તો તે વિરેન્દ્ર સેહવાગ હતા. મેનેજમેન્ટ સેહવાગને લઇ નિર્ણય લઇ ચૂક્યા હતા, પણ વીરૂએ પોતે કહ્યું કે તેમનો ઉછેર દિલ્હીમાં થયો છે. એવામાં આ ટીમની સાથે તેમનો લગાવ યોગ્ય રહેશે.

બદ્રીનાથે કહ્યું કે વીરૂના આ નિર્ણય પછી ચેન્નઈ ટીમ મેનેજમેન્ટ બીજી વિકલ્પ તરફ જોવા લાગી. તેમને લાગ્યું કે હવે બીજો વિકલ્પ જોવો જ પડશે. ત્યાર પછી ઓક્શનનો દિવસ આવ્યો અને મેનેજમેન્ટે જોયું કે શ્રેષ્ઠ ખેલાડી કોણ છે. ઓક્શન પહેલા ભારત 2007માં ટી20 વર્લ્ડ કપ જીતીને આવ્યું હતું. આ પાસાએ ધોનીને કેપ્ટન તરીકે પસંદ કરવા અને કરાર કરવામાં મદદ કરી.

તેમણે કહ્યું કે, વર્ષ 2008માં ધોની સૌથી મોંઘા ખેલાડી હતા. ચેન્નઈ સુપર કિંગ્સે તેમને 6 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. એવામાં આ એ સ્ટોરી છે જે તમારામાંથી મોટાભાગના લોકોને ખબર નહીં હોય, પણ સાચી વાત એ છે કે ધોની પહેલા સેહવાગને કેપ્ટન્સી માટે પસંદ કરવામાં આવ્યા હતા. બદ્રીએ કહ્યું કે, મારા હિસાબે ધોનીનું ચેન્નઈની ટીમમાં આવવું એક પથ્થરે ત્રણ શિકાર કરવા જેવું છે. પહેલું એ કે તેઓ દુનિયાના સર્વશ્રેષ્ઠ કેપ્ટન છે. એવી કોઈ ટ્રોફી નથી જે ધોની પાસે ન હોય. બીજી વાત એ કે ધોની એક સર્વશ્રેષ્ઠ ફિનિશર છે. ફિનિશર દુનિયાભરની બેસ્ટ ટીમો માટે અગત્યનો ભાગ છે. જો તમે સારી ટીમો તરફ જોશો તો જાણ થશે કે મુંબઈની પાસે કેરોન પોલાર્ડ છે, KKRની પાસે આંદ્રે રસેલ છે. CSK પાસે ધોની છે. ત્રીજી વાત એ છે કે, ધોની એક ખૂબ જ સર્વશ્રેષ્ઠ વિકેટકીપર છે. મારા દ્વારા જોવામાં આવેલા દુનિયાના સૌથી સુરક્ષિત વિકેટકીપરોમાંથી એક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp