ગુજરાતના ધારાસભ્યએ નો-પાર્કિંગમાં કાર પાર્ક કરી, શું તેમને દંડ ભરવો પડશે?

PC: youtube.com

રાજ્ય સરકાર દ્વારા 16 સપ્ટેમ્બરથી નવા ટ્રાફિકના નિયમોની અમલવારી કરવામાં આવી છે. વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે સરકાર આકરું વલણ અપનાવી રહી છે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા અલગ-અલગ પ્રકારની ડ્રાઈવ યોજીને વાહન ચાલકો પાસેથી લાખો રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવે છે. 30 સપ્ટેમ્બર સુધી ટ્રાફિક પોલીસે રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો માટે ડ્રાઈવનું આયોજન કર્યું હતું, જેમાં રોંગ સાઈડમાં આવતા ટુ-વ્હીલર ચાલક પાસેથી 1,500 અને ફોર-વ્હીલર ચાલક પાસેથી 3,000 રૂપિયાનો દંડ લેવામાં આવ્યો હતો.

ટ્રાફિક પોલીસ જનતા પાસેથી તો મોટા મોટા દંડની વસુલાત કરે છે પરંતુ શું રાજનેતાઓ પાસેથી દંડની વસુલાત કરશે કે, નહીં. આ કહેવાનું કારણ એ છે કે, ભાજપના જ ધારાસભ્ય અને પૂર્વ વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડીયા જ ટ્રાફિકના નિયમનું પાલન નથી કરતા. ધારાસભ્ય વલ્લભ કાકડીયાએ ઠક્કરબાપા સર્કલ પાસે પોતાની કાર નો-પાર્કિંગમાં પાર્ક કરી હતી અને તેના કેટલાક ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ફોટામાં દેખાઈ રહ્યું છે કે, ધારાસભ્ય વલ્લભ કાકડીયાની કારની આગળ જ નો-પાર્કિંગનું બોર્ડ લગાવેલુ હતું અને ધારાસભ્ય વલ્લભ કાકડીયા પણ પોતાની કાર પાસે ઉભેલા દેખાઈ રહ્યા છે.

હવે સવાલ એ થાય છે કે, જનતા ટ્રાફિકના નિયમોનું ભંગ કરે તો પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી જનતા પાસેથી દંડની વસુલાત કરવામાં આવે છે, પરંતુ રાજનેતાઓ ટ્રાફિકના નિયમનું પાલન ન કરે તો તેમની પાસેથી દંડની વસુલાત કરવામાં પોલીસ કેમ કુણું વલણ દાખવી રહી છે. હવે જોવાનું એ રહે છે કે, પોલીસ દ્વારા ધારાસભ્ય વલ્લભ કાકડીયા પાસેથી દંડની વસુલાત કરવામાં આવશે કે, નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp