દારૂબંધી પર પરેશ ધાનાણીએ આંકડાઓ શેર કરી ટ્વીટમાં લખ્યું-ઝૂમતું ગુજરાત

PC: deccanherald.com

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે, તેવું નિવેદન કરતા ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે. દારૂબંધીની વાતને લઈને આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે. ભાજપના નેતાઓ મુખ્યમંત્રી અશોક ગેહલોતનો વિરોધ કરી રહ્યા છે, તો કોંગ્રેસના નેતા મુખ્યમંત્રી અશોક ગેહલોતને સમર્થન આપી રહ્યા છે. દારૂબંધીની વાતને લઈને ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને રાજસ્થાનમાં દારૂબંધી કરવાની ચેલેન્જ આપી છે.

આ વાતને લઈને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને દારૂબંધીને લઈને પડકાર ફેંક્યો છે કે, જો ગુજરાતમાં દારૂ ન મળ્યો તો હું રાજનીતિ છોડી દઈશ અને જો દારૂ મળ્યો તો વિજય રૂપાણીએ રાજનીતિ છોડી દેવી પડશે. દારૂબંધીનાં વિવાદને લઈને હવે વિપક્ષના નેતા પરેશ ધાનાણી મેદાનમાં આવ્યા છે અને તેમને પણ ટ્વીટ કરીને ભાજપ પર આંકરા પ્રહારો કર્યા છે.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટમાં લખ્યું હતું કે, 'વાસ્તવિકતા સ્વિકારીને લાજવાનાં બદલે ગાજી રહેલી રાજ્ય સરકારે, છેલ્લા બે વર્ષમાં અઢીસો કરોડનો દારૂ, પકડાવીને તેમજ મળતીયાઓ મારફતે 25,000 કરોડથી વધારેનો માલ ગામે ગામની ગલીમાં ઠાલવી અને ગાંધીનાં ગુજરાતને ઝુંમતુ બનાવી દીધું છે.

આ ટ્વીટમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણએ વિધાનસભા સત્રમાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા દારૂના પકડાયેલા મુદ્દામાલનું એક લિસ્ટ પણ મૂક્યું છે.

આ ઉપરાંત તેમને બીજી ટ્વીટ કરી હતી કે, 'ડગમગતુ અને લડખડાતુ ગુજરાત, દારૂના દૈત્યથી ડગમગતી પેઢીને ગાંજો, અફિણ, કોકેઇન તેમજ હેરોઈન જેવા નશીલા દ્રવ્યોની લત લગાડી અને માત્ર સરકારી નિષ્ફળતાઓને ઢાંકવા માટે, સમગ્ર ભારતના ભવિષ્યને વ્યાજકવાદ, ડ્રગ્સ અને જમીન માફિયાઓના હવાલે, શુ કામે કરી રહી છે સરકાર?'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp