ગુજરાતની આ ગ્રામ પંચાયતે સ્કીમ બહાર પાડી, વેરો ભરો અને હેલમેટ ફ્રીમાં મેળવો

PC: youtube.com

રાજ્ય સરકાર દ્વારા 16 સપ્ટેમ્બરથી નવા ટ્રાફિકના નિયમોની અમલવારી કરવામાં આવી છે. નવા ટ્રાફિકના નિયમો લાગુ થયા પછી વાહન ચાલકો પોતાના ખૂટતા ડોક્યુમેન્ટ મેળવવા માટે RTO કચેરીની બહાર અને PUC સેન્ટરની બહાર લાઈન લગાવીને ઉભા રહેતા હતા. નવા ટ્રાફિકના નીયમો લાગુ થયા પછી વાહન ચાલકો હેલમેટ પહેરતા થઇ ગયા છે ત્યારે મહેસાણાના એક ગામની ગ્રામ પંચાયત દ્વારા વેરાની વસુલાત કરવા માટે એક નવી સ્કીમ અમલમાં મૂકવામાં આવી છે. આ સ્કીમ અનુસાર નિયત કરેલી રકમનો વેરો ભરનારા ગામ લોકોને ગ્રામ પંચાયત દ્વારા હેલ્મેટ ફ્રીમાં આપવામાં આવશે.

એક રિપોર્ટ અનુસાર મહેસાણાની બેચરાજી ગ્રામ પંચાયત દ્વારા એક નવી સ્કીમ બહાર પાડવામાં આવી છે. આ સ્કીમ અનુસાર બાકી વેરો ભરી જનારા ગામ લોકોને ગ્રામ પંચાયત દ્વારા હેલમેટ ફ્રીમાં આપવામાં આવે છે. બેચરાજી ગ્રામ પંચાયતની આ સ્કીમ અનુસાર 5,000થી વધુ બાકી રકમનો વેરો જે લોકો 30 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધીમાં ભરશે, તે વ્યક્તિને ગ્રામ પંચાયત દ્વારા ફ્રીમાં હેલમેટ આપવામાં આવશે. આ સ્કીમના કારણે બેચરાજી ગ્રામ પંચાયતને 1.20 કરોડ રૂપિયાની આવક થવાની આશા છે.

ગ્રામ પંચાયતના હોદ્દેદારોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જે લોકો 5,000 કરતા વધારે વેરો ભરશે, તેને સેફ્ટી માટે એક હેલમેટ ફ્રીમાં આપીશું. રાજ્ય સરકારના નવા નિયમો અનુસાર હેલમેટ ફરજીયાત કરેલું છે અને એ આપણી સુરક્ષા અને સલામતી  માટે જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp