જેલમાંથી છૂટ્યા બાદ સૂર્યા મરાઠી સુરત ભાજપ પ્રમુખને મળેલો અને પછી...

PC: khabarchhe.com

સુરતમાં ગેંગવોરમાં સૂર્યા મરાઠીની હત્યા હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી હતી. હાર્દિક પટેલને પણ ચપ્પુના ઘા વાગતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સૂર્યા મરાઠીની મોત પછી હવે સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલા ચર્ચામાં આવ્યા છે.

સૂર્યા મરાઠીના મોતના એક દિવસ પહેલા અમિષાબેને સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશનમાં સૂર્યા વિરુદ્ધ એક અરજી આપી આપી હતી. અરજી આપવાનું કારણ એ હતું કે, સૂર્યા મરાઠીએ અમિષાબેનની ઓફિસ પર જઈને કોર્ટમાં ચાલી રહેલો કેસ પરત ખેંચી લેવાનું કહીને તેમના પરિવારને મારી નાંખવાની ધમકી આપી હતી. ઓલપાડમાં કાસલાકુદ ગામમાં આવેલી જમીનમાં નીતિન ભજીયાવાલા દ્વારા મનસુખ ચોટલીયાના નામથી બોગસ દસ્તાવેજ ઉભા કરાયા હતા. આ સમગ્ર મામલે અમીષાબેન અને તેમને પતિ અલ્પેશે સુરત કોર્ટમાં કેસ કર્યો હતો અને હવે કેસમાં કોર્ટમાં જુબાનીનો સ્ટેજ ચાલવાનો છે.

 

જાણવા મળી રહ્યું છે કે, મનુ ડાયાના મર્ડર કેસમાં છૂટ્યા પછી સૂર્યા મરાઠી 10 તારીખે ભાજપ કાર્યાલય પર નીતિન ભજીયાવાલાને મળવા માટે ગયો હતો અને ત્યારબાદ 11 તારીખના રોજ અમીષાબેન અને તેમના પતિ અલ્પેશની ઓફિસની જઈને કેસ પરત ખેંચવાની ધમકી આપી હતી. અરજીમાં અમીષાબેન દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, તેને અને તેમના પરિવારને કોઈ પણ જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાની રહેશે. 

આ બાબતે ચોક બજાર પોલીસ સ્ટેશનના PI એ.એ.ચૌધરીનું કહેવું છે કે, અમીષાબેન દ્વારા કરવામાં આવેલી અરજી હજુ સુધી મારા ધ્યાન પર આવી નથી. તપાસ કરીને આ બાબતે જણાવીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp