ડ્રગ્સ મામલે જયા બચ્ચનના સમર્થનમાં હેમા માલિની, કહી આ વાત

PC: thequint.com

બોલિવુડ અભિનેત્રી અને ભાજપા સાંસદ હેમા માલિનીએ કહ્યું છે કે, બોલિવુડનું સન્માન હંમેશા ઊંચુ રહેશે અને કોઈપણ ડ્રગ્સ કે નિપોટિઝમનો આરોપ લગાવીને તેને નીચે દેખાડી શકે નહીં. તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો બચાવ કરતા કહ્યું કે, મને નામ, સન્માન, પ્રસિદ્ધિ બધું આ જ ઈન્ડસ્ટ્રીથી મળ્યું છે. આવા આરોપો લગાવવા વાસ્તવમાં દુઃખદ છે. રાજ્યસભા સાંસદ જયા બચ્ચને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સના આરોપોને ઈન્ડસ્ટ્રીને બદનામ કરવાની કોશિશ કહી હતી.

સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને સોમવારના રોજ ભાજપા નેતા રવિ કિશન પર લોકસભામાં તેમણે આપેલા નિવેદનને લઇ નિશાનો સાધ્યો હતો. જયા બચ્ચને કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. જાણ હોય તો સુશાંત સિંહ કેસમાં ડ્રગ્સનો એંગલ સામે આવ્યા પછી બોલિવુડમાં ડ્રગ્સની ચર્ચા ચરમ પર છે.

જયા બચ્ચને રાજ્યસભામાં ભાજપા સાંસદના નિવેદન પર કહ્યું હતું કે, અમુક લોકોના કારણે તમે આખી ઈન્ડસ્ટ્રીની છવિ ખરાબ કરી શકો નહીં. મને ખરાબ લાગ્યું જ્યારે લોકસભામાં એક સભ્યએ જે પોતે ઈન્ડસ્ટ્રીના છે તેમણે તેને લઇ ખરાબ વાત કરી. જીસ થાલી મે ખાતે હો ઉસી મે છેદ કરતે હે.

રાજકારણમાં જયા બચ્ચનના પ્રતિદ્વંદ્ધી હેમા માલિનીએ તેમનું સમર્થન કર્યું છે. હેમા માલિનીએ એક ન્યૂઝ ચેનલને કહ્યું કે, હું લોકોને જણાવવા માગુ છું કે બોલિવુડ એક સુંદર જગ્યા, એક રચનાત્મક દુનિયા, એક કળા અને સંસ્કૃતિ ઉદ્યોગ છે. મને ખૂબ દુઃખ થાય છે જ્યારે મને સાંભળવા મળે છે કે લોકો તેના વિશે ખરાબ વાત કરે છે. જેમકે ડ્રગ્સનો આરોપ. આ ક્યાં નથી થતું? પણ જો કોઈ દાગ છે તો તમે તેને ધોઈ નાખો છો અને તે ચાલ્યો જાય છે. બોલિવુડ પર લાગેલા ધબ્બો પણ ચાલ્યો જશે.

હેમા માલિનીએ કહ્યું કે, ઘણાં મહાન કલાકારો થયા છે. સિનેમાના સિતારા માનવીય શરીરમાં ભગવાનનો અવતાર છે. લોકો આશ્ચર્ય કરતા હતા કે આ કલાકાર હતા કે ભગવાન. રાજ કપૂર, દેવ આનંદ, ધર્મેન્દ્ર, અમિત જી(અમિતાભ બચ્ચન) આ બોલિવુડના ઉદાહરણ છે. જેમણે બોલિવુડને ભારતમાં દરેક બાબતોમાં પૂરક બનાવ્યા છે. બોલિવુડ ભારત છે. જ્યારે તેઓ અમારા ઉદ્યોગનો આ રીતે મજાક ઉડાવશે તો હું સહન કરીશ નહીં. જોકે, અમુક એવા મામલા સામે આવ્યા છે તેનો અર્થ એ નથી કે પૂરી ઈન્ડસ્ટ્રી જ ખરાબ છે. નિપોટિઝમને લઇ તેમણે કહ્યું કે, જો કોઈનો દીકરો કે દીકરી ઈન્ડસ્ટ્રીમાં આવે છે તો તેનો અર્થ એ નથી કે તે સુપરસ્ટાર બની ગયા. પ્રતિભા અને કિસ્મત જરૂરી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp