શા માટે આરવ કોઈને કહેતો નથી કે, તે અક્ષયકુમારનો દીકરો છે? આ છે કારણ

PC: tosshub.com

બોલિવુડના ખેલાડી અક્ષય કુમારે ડિસ્કવરી ચેનલના શૉ 'ઈન ટુ ધ વાઈલ્ડ'માં બેયર ગ્રિલ્સ સાથે જંગલમાં યાત્રા કરી લીધી છે. તા. 14 સપ્ટેમ્બરના આ શૉમાં અક્ષય કુમારે 'ઈન ટુ ધ વાઈલ્ડ'માં જોવા મળ્યા હતા. આ એક એડવેન્ચર શૉ છે. જેમાં અક્ષય કુમાર સર્વાઈવલ સ્કિલ્સ શીખવા માટે આવ્યા હતા. શૉની થીમ મિલિટરી સ્ટાઈલની હતી. કારણ કે અક્ષય કુમારના પિતા પણ આર્મીમાં હતા.

આ શૉમાં અક્ષય કુમારે કેટલાક મોટા પડકારનો સામનો કર્યો છે. આ સાથે જ પોતાના વિચારો, કેરિયર અને જીવન અંગે પણ દિલ ખોલીને વાત કરી છે.અક્ષયે કહ્યું કે, તે મૂળ જુની દિલ્હીના રહેવાસી છે. આ ઉપરાંત તેમણે પોતાના માતા-પિતા અને બાળકો અંગે પણ વાત કરી છે. જ્યારે ગ્રિલ્સે પૂછ્યું કે, શું તે પોતાની અગાઉની જિંદગીને મિસ કરે છે? જ્યારે તેઓ આટલા ફેમશ ન હતા ત્યારે બધું કેવું રહ્યું હતું? જેના જવાબમાં અક્ષયે જણાવ્યું હતું કે, હું મારી અગાઉની લાઈફને ખૂબ જ મિસ કરૂ છું. આ એ સમય હતો કે હું આટલો ફેમશ ન હતો પણ ખૂબ જ સ્વતંત્ર હતો.

 

જ્યારે ગ્રિલ્સે એના દીકરા વિશે પૂછ્યું ત્યારે અક્ષયે ઉમેર્યું કે, આરવ લાઈમલાઈટથી ખૂબ જ દૂર રહે છે. દીકરો કોઈને કહેતો જ નથી કે પોતે અક્ષય કુમારનો દીકરો છે. તે લાઈમલાઈટથી ખૂબ દૂર રહેવા માગે છે. તે ખુદ પોતાની અલગ ઓળખ ઊભી કરવા માગે છે.

આ શૉમાં અક્ષય કુમારે જંગલી હાથીઓનો સામનો કરવાથી લઈને મગરમચ્છથી ભરેલી નદી પાર કરવા સુધીના પડકારો પાર કર્યા છે. હર્નેસની મદદથી એક અલગ અંદાજમાં ઝાડ પર ચડવાનું શીખી લીધું. ગ્રિલ્સના નીડર અંદાજથી પણ અક્ષય ખુશ થયા છે.જ્યારે ગ્રિલ્સને પણ એ વાતનો અહેસાસ થયો કે, શા માટે તેને ખરા અર્થમાં ખિલાડી કહેવામાં આવે છે. શૉના અંતમાં તેમણે અક્ષય કુમારના ખૂબ જ વખાણ કર્યા છે. જ્યારે ગ્રિલ્સનો અક્ષય કુમારે ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો. વર્ક પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો અક્ષય કુમારની નવી ફિલ્મ 'લક્ષ્મીબોંબ' આવી રહી છે. આ ફિલ્મને OTT પ્લેટફોર્મ પર રીલિઝ કરવા માટેની પણ વિચારણા ચાલું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp